ABOUT CA. AMT SHAH

My photo
Vyara, Gujarat, India
Hi Everyone...! Thanks to visit here. I am CA by profession and doing my Practice at Vyara, South GUjarat since 2013. I was born in Mehsana. I did my Schooling from Vyara and then moved to Ahmedabad for my further studies. There i completed my B.Com., CA and CS. Currently I am doing full time practice as a Chartered Accountants in the Firm Name "AMIT T SHAH & CO.". Thanks and Welcome Back...!

Wednesday, December 19, 2012

“BOOK OF LIFE”

Life is like an attractive clothes,
Just hanging on the HOOK…!

Standing safe but boring,
laying in a NOOK…!

Nobody cares to read others’,
though he guarantees his Life
is an OPEN BOOK…!

You may see on everyone’s face,
Wondering here and there,
taking tensions on their LOOK…!

Don’t be silly friends…
Whatever faces you face daily,
they all seems to be poor and kind,
but in fact they all are the real KOOK…!

- Amit T. Shah (Mas)
19th December 2012

ONE MORE TIME...

ONE MORE TIME...

"I want to learn how to walk, one more time...

I want to smile without any reason, one more time...

I want to be loved by everyone, one more time...

I want to see the Angel's dreams, one more time...

I want to sleep into the lap of my parents, one more time...

I want to feel the pleasure of being grown up, one more time...

Oh My Lord......!!

I want to become a CHILD,
just one more time...!!"

Sunday, March 4, 2012

Then You are Unsafe..!

How many of you believes in God...?
If your answer is 'NO',then you are Unsafe...!

How many of you believes that they don't need bless of GOD...?
If your answer is 'YES',then also you are Unsafe...!

How many of you have your parents' photo in your wallet or drawer...?
If your answer is 'NO',then you are Unsafe...!

How many of you have your parents in your friend list on facebook...?
If your answer is 'YES',then also you are Unsafe...!

How many of you loves your enemies...?
If your answer is 'NO',then you are Unsafe...!

How many of you have even a single enemy...?
If your answer is 'YES',then also you are Unsafe...!

How many of you thinks that they had never been cheated...?
If your answer is 'NO',then you are Unsafe...!

How many of you have ever cheated with yourself...?
If your answer is 'YES',then also you are Unsafe...!

How many of you have certain set of goals to achieve in life...?
If your answer is 'NO',then you are Unsafe...!

How many of you have achieved something but because of Luck...?
If your answer is 'YES',then also you are Unsafe...!

How many of you thinks that your life is unsafe...?
If your answer is 'NO',then you are Unsafe...!

How many of you never ever thinks at all...?
If your answer is 'YES',then also you are Unsafe...!

The object is just to say that,"Feel Unsafe, To Remain Safe..."

-Poet D'Mas :)

Friday, February 24, 2012

THE TURNING POINT

Hi Reader,

Today I am going to write brief summery of my first ever novel which I am going to publish very soon. Before that I would like to tell you that its a same story I had started writing under the title "THE CHANGE OF LIFE". But after having few suggestions and even I felt that it should be titled as "THU TURNING POINT" which I think very suitable to this novel. I hope you will like the brief summery and feel some thrill to read this when I publish it. So here is I am going to start a summery writing in the next paras.


This story travel around the Aditya Sahay, Jiya Mehra and Raja Shara. Aditya is very hardworking and he's only dream is to get admission in the India's most reputed institution, IIM - Ahmedabad. He lives in Bangluru with his parents. He also get the admission in that Institution. He comes to Ahmedabad where he meets Raja Sharma. Raja is a poor guy. He hardly able to get  proper job and accomodation in Ahmedabad. Aditya loves writing stories and novels. Raja also write poems and lyrics in the how of selling it or publish it and earn some handsome amount. But he doesn't find the ways to it. Once Aditya meet Raja at a famous lake. and their friendship begins. Gradually the started calling and meeting each other and when Aditya came to know about his poverty he offered him to share a flat with him as he is living there alone. Adhitya's dad had given him all the facilities to live a healthy life in Ahmedabad because he is the only son of his parents. The friendship of Aditya and Raja take a step ahead and Aditya also find a proper job for him. This is the best thing Aditya has done for Raja.


The days are going nd once Raja comes to know about the Aditya's novels and stories. He read few of them and surprised of reading those novels. He advised Aditya to publish a book or offer this story to some film makes in Industry to earn wholesome money, respect and status. But Aditya reject this offer/advise as he doesn't want to do such things. He write it just for his hobbies. But after a many attempt and forces from Raja he finally shows his readyness.


Aditya get an offer from a well known film producer to make a movie based on his novel. Aditya also made a contract with him but he reject the offer to purchase the rights his novels straightway but he offered him to add his name in the list of cast as a writer and the deal was finally done successfully.


Aditya gets everything in just a night - Money, Respect, Status. This is the "Turning Point" of his life you can say. But with this journey moving ahead he get some bitter experiences too. He's getting success day by day but he forget that he is also giving birth to his enemies out of his knowledge. Meanwhile he get engaged with Jiya Mehra, his childhood friend.


Once one of the film maker played a dirty game with him. This is what the worst thing happen to him. He lost trust of Jiya. The film maker started blackmailing Aditya. Aditya is in such a critical situation that he even can't talk about it with Raja and Jiya. Now to know what that happens to Aditya, you have to wait till I publish a novel.


How Aditya will win trust of Jiya? How he will get out of the trap of blackmailing and how he will regain all the status and respect that he lost in the society and industry? Whether Jiya will marry him? What will happen to Raja? Answer to all this tricky question you will get on on publishing the novel. So keep you fingers crossed and wish that I shall able to complete and publish it soon.

Thank you very much for all the supporters and my friends, families and everyone around me.


With Lots of Love,

(Amit T. Shah)
Mas :)


Saturday, February 4, 2012

"મુદ્દા ની વાત" (વેશ ના જોયા..... મેં તો વિદેશ જોયા.....!!)


          આજ ના શુભ દિવસે હું મારા જીવન માં નવી કારકિર્દી ની શરૂઆત કરવા જઈ રહ્યો છુ...! હા... તમે બરોબરજ વાંચ્યું છે, "નવી કારકિર્દી". બન્યું એવું કે છેલ્લા ઘણા સમય થી હું નિયમિત એક ગુજરાતી છાપુ વાંચું છુ. છાપા નું નામ છે "ગુજરાત સમાચાર" અને એમાં પણ દર બુધવારે આવતી પૂર્તિ "શતદલ" અને એમાં પેલ્લે થી અને છેલ્લે થી વચ્ચે ના પાના પર કશેક "બુધવાર ની બપોરે" નામનો એક સાપ્તાહિક લેખ આવે છે, જેના લેખક છે શ્રીમાન અશોકભાઈ દવે. નામ મુજબનાજ તેમનામાં ગુણો હોય એવી તેમના લેખો વાંચ્યા બાદ મને અનુભૂતિ થાય છે. (મારું બસ ચાલતું હોત તો હું ક્યારનોય તેમને "પદ્મવિભુષણ" થી નવાજી દેતો.). હું નિયમિત તેઓના લેખાંકો વાંચું છુ અને એમની "બુધવારની બપોરે", બુધવારની સવારે વાંચવાથી મારો બુધવાર નો આખે આખો દિવસ ખુબજ મઝાનો પસાર થાય છે. એમનું લખેલું બધું વાંચવાની ખાસ તો એટલા માટે મઝા આવે છે કારણકે એમના શબ્દો, ભાષા અને વિષય માં આપણી રોજીંદી જીવનશૈલી વણાયેલી હોય એવી અહાલાદક અનુભૂતિ થાય છે. આજે એમના લેખાંકો વાંચ્યા બાદ મને પણ કંઈક લખવાનો વિચાર આવ્યો એટલે એમના માંથીજ થોડી પ્રેરણા લઈને આજે લખવા બેઠો છું. કદાચ એમની જેમ ઉત્તમ અને ગુણવત્તાસભર શબ્દો નો ઉપયોગ ન કરી શકું, પણ હા... "પ્રયોગ" જરૂર કરીશ. તો હવે ચાલો, મેં મારા નાના મગજ માં જે કઈ વિચાર્યું છે એને અહી તમારી સમક્ષ શબ્દોમાં, પછી વાક્યોમાં અને આખરે એક સારા લેખાંકમાં ગોઠવવાની કોશિશ કરું.


          હમણાં થોડા દિવસો પેહલાનીજ વાત છે. હું મારી પિતરાઈ બહેનનાં લગ્નમાં વડોદરા ગયેલો. એના લગ્ન અમેરિકા માં વસતા એક શ્રીમંત પરિવાર નાં સુંદર, શુશીલ અને સંસ્કારી દીકરા સાથે થયા છે. અને આજ કાલ સુખી દામ્પત્ય જીવન જીવી રહ્યા છે. આવું સારું પરિવાર મળ્યું તેના માટે અમે સૌ કોઈ ઈશ્વર નાં ખુબ ખુબ આભારી છીએ. આટલું વાંચ્યા પછી એવું રાખે માનતા કે એના પરજ હું આગળ લખી રહ્યો છું અને એના પ્રસંગોને અહી વાગોળવાનો છું. કારણકે જો હું એવું પરાક્રમ કરું તો એ બાપડી છે...'ક અમેરિકાથી મારો ઉધડો લેવા તાત્કાલિક અહી દોડી આવે. હા પણ એના લગ્નમાં મને એકાદ-બે "આઈટમો" મળી હતી. (હા... હું તો એમને "આઈટમોજ" કહીશ, અને આગળ જતા કદાચ તમે પણ કહેશો.). અહી "આઈટમો" એટલે હું આપણા હિન્દી સિનેમા માં આવતા આઈટમ ગીતોની આઈટમોની વાતો નથી કરતો પણ કેટલાક એવા વ્યક્તિઓ, માતાઓ, પિતાઓ અને પરિવારોની વાત કરું છું. કે જેઓ જુનવાણી હોવા છતા નવી પેઢીની વિચારધારામાં રાચે છે, એવી વ્યક્તિઓ કે જે સમજવાની ઓછી અને સમજાવવાની ભાવના થોડી વધારે ધરાવે છે. એવી વ્યક્તિઓ કે જે સ્વભાવે થોડી જક્કી, પોતાને બીલ ગેટ્સ સાથે સરખાવાનારી (વ્યક્તિત્વની બાબતે નહિ પણ પૈસા ની બાબતે), અલ્પ ખુશીમાં રાચનારી અને બીજાના મુખે પોતાની ખુશામત સંભાળવાની શોખીન અને પોતાના નિર્ણય ને યેન કેન પ્રકારે સાર્થક ઠેરાવવાની નાકામ પરંતૂ પોતાના મતે 'કામિયાબ' કોશિશ કરનારી વ્યક્તિઓ.  ગુજરાતીમાં આપણે તેને "નોટ" કે પછી "આઈટમો" જેવા સરસ મઝાના વિશેષણથી સંબોધીએ છીએ. 

          હજુ ગઈકાલની જ વાત છે. હું તેના લગ્નમા પહેરવા માટે શેરવાની ભાડેથી લઇ ગયેલો એ પાછી આપવા માટે દુકાને ગયો હતો. ત્યાં દુકાનમા મને સવાર - સવારમાજ દીવા કાકા નો ભેટો થઇ ગયેલો. દીવા કાકા અમારા ઘર થી નજીકમાંજ રહે છે. અમારા પારિવારિક સબંધો પણ ખુબ સારા છે અને એમને અમારા ઘરનાં દરેક સભ્ય સાથે સારું બને. એમની ઉંમર આશરે પચાસ વર્ષની અને સ્વભાવે પણ સારા. એમના પરિવારમાં કાકી અને એમની એકની એક દીકરી ટીન્કી. હું એમને પુરા માન સન્માનથી "દીવા કાકા" કહીનેજ સંબોધું, પણ તેઓ મને કાયમ "અમથો" કહીનેજ બોલાવે છે (આજે પણ). મેં એમને જોયા એટલે સ્વાભાવિક રીતે એમને પૂછ્યું, "દીવા કાકા, કેમ છો..? તમે કેમ અહિયાં..?"

ત્યારે એમણે સામો 'જવાબ' ફેંક્યો, "અરે, અમથા...તું અહિયાં ક્યાંથી ભૂલો પડ્યો...?".

"કાકા, અમે લગ્ન મા વડોદરા ગયેલા, તો શેરવાની પહેરવા માટે ભાડે લઇ ગયેલો એ પાછી આપવા માટે આવ્યો છું." મેં સ્મિત સહ જવાબ આપ્યો.

"પેલા અમેરિકા વાળા પરિવાર સાથે સબંધ થયો એજ ને..? (ખબર હોવા છતાં પૂછ્યું...) અને સાંભળ્યું છે કે એ પરિવાર છેલ્લા અઢાર વર્ષોથી અમેરીકામાંજ સ્થાયી છે અને "ગ્રીનકાર્ડ" પણ ધરાવે છે...!" એમણે મને એટલા ખુશ થતા થતા પૂછ્યું (અથવા કીધું) કે જાણે ટીન્કી નાં લગ્ન થયા હોય...!!

મેં એકજ અક્ષર મા જવાબ વળ્યો, "હા..".

"પણ દીવા કાકા, તમે અહિયાં શું લેવા માટે આવ્યા છો...?" સવાલ પૂછવાનો વારો હવે મારો હતો. મોકો મળ્યો એટલે તરતજ પૂછી નાખ્યું.

"અમારે પણ અમદાવાદ તારી કાકી ના ભાઈની દીકરી ના લગ્નમાં જવાનું છે એટલે મારા માટે શૂટ ભાડે લેવા માટે અને ટીન્કી માટે સુંદર ચણીયા ચોળી ખરીદવા માટે આવ્યો છુ." 

(હું એમની સામે એકી ટસે તાકી રહ્યો હતો. કારણકે એના સિવાય મારી પાસે બીજો કોઈ 'ઓપ્સન' પણ નોહતો)

આગળ ઉમેરતા એમણે કહ્યું, "એના લગ્ન પણ અમેરિકા સ્થિત એક છોકરા સાથે નક્કી થયા છે. એવું સાંભળ્યું છે કે છોકરો છેલ્લા ત્રણ-ચારવર્ષ થી અમેરીકામાંજ છે અને આવતા એકાદ વર્ષ પછી એને પણ "ગ્રીનકાર્ડ" મળી જશે."

પાછુ બીજી વાર એમના મોઢે "ગ્રીનકાર્ડ" શબ્દ સંભાળ્યો એટલે મેં અમસ્તાજ એમને એનો મતલબ ખબર છે કે નહિ એ જાણવા માટે પ્રેમથી પૂછી નાખ્યું, "કાકા, 'ગ્રીનકાર્ડ' એટલે શું...?"

એમને પણ મને ધમકાવતા હોય એ રીતે હસતા હસતા જવાબ આપ્યો. પણ એ પેહલા સવાલ પણ પૂછી નાખ્યો, "અરે અમથા, તને એટલું પણ નથી ખબર ક 'ગ્રીનકાર્ડ' કોને કેહવાય..?" (મેં મારી આંખો મોટી કરી અને 'બાગ્ઘા' ની જેમ એમની સામે તાકી રહ્યો). "ગ્રીનકાર્ડ નો મતલબ એ થાય કે વ્યક્તિ ત્યાનો (અમેરિકાનો) કાયમી રહેવાસી કેહવાય. (Permanent Residence)."
હવે જો હું એમને એમ કહું કે મને ખબર હતી તો એ ત્યાંજ લાલ - પીળા થઇ જાય ને મારો બુશટ ફાડી નાંખે. એટલે મેં હસતા હસતાજ જવાબ આપ્યો, "ઓહ..! બહુ સરસ કેહવાય." (દીવા કાકા પણ મારી અજ્ઞાનતા પર હસતા હોય એમ હસવા માંડ્યા.)
"તો તમે પણ ટીન્કી માટે 'ગ્રીનકાર્ડ' વાળોજ છોકરો શોધી લ્યો ને...!!" મારાથી બોલાઈ ગયું. થોડી વાર માટે તો મને એમ થયું કે મારાથી કંઈક બોવ મોટું 'બફાઈ' ગયું. પણ હું એ ભૂલી ગયેલો કે "ગ્રીનકાર્ડ" વિષે મારા કરતા એમને થોડી વધારે જાણકારી હતી અને તેઓ આજના જમાનાની નવી વિચારધારા ધરાવનારા હતા.

એમણે મારી પીઠ થાબડી (મને એમ લાગ્યું કે જાણે મારવાની કોશિશ કરતા હોય) અને કહ્યું, "અમથા, તને ખબર છે કે હું પણ ખાસ એટલા માટેજ તો ટીન્કી માટે ચણીયાચોળી ખરીદવા અહી આવ્યો છુ." એમની વાતને આગળ ધપાવતા એ બોલ્યા, "મેં સાંભળ્યું છે કે ત્યાં લગ્નમાં વિદેશથી (અમેરિકાથી) પણ અમારી જ્ઞાતિના ઘણા પરિવાર આવવાના છે. (આટલું સાંભળ્યા પછી મને થોડી રાહત થઇ કે હા....શ...!! માર ખાતા ખાતા બચ્યો). ટીન્કી પણ હવે પરણવા લાયક તો થઈજ ગઈ છે એટલે અમેરિકા સ્થિત એક-બે પરિવાર સાથે સબંધ ની વાત નાખવાની છે. જોઈએ કંઈક મેળ પડી જાય તો સારું.

"પણ છોકરો 'ગ્રીનકાર્ડ' ધરાવે છે...?" મેં સવાલ કર્યો.

એમણે પણ મને જવાબ આપતા કહ્યું, "એક છોકરો ધ્યાનમાં છે. એની પાસે હાલ તો  'ગ્રીનકાર્ડ' નથી પણ એવું જાણવા મળ્યું છે કે છોકરો છેલ્લા બે-ત્રણ વર્ષથી ત્યાંજ (અમેરિકા) અભ્યાસ કરી રહ્યો છે અને 'ગ્રીનકાર્ડ' મળ્યા પછી એ ત્યાજ સ્થાયી થવાનો છે. ("ગ્રીનકાર્ડ" મળ્યા પછી...) હવે જો બીજા બે-ત્રણ વર્ષની રાહ જોવા રહીશું તો ટીન્કી ની પણ ઉંમર વધતી જશે અને બીજું કે આવો મુરતિયો પણ પાછો મળે કે ના મળે, આવો સરસ પ્રસંગ જ્ઞાતિજનોને  મળવાનો પણ પાછો આવે  કે ના આવે, એના કરતા હમણાજ સમય અને મોકો બંને મળ્યા છે તો સબંધ પાકો કરી નાખીએ... તો શું અમથા, મારી અને તારા કાકી ની ચિંતા મટે અને ટીન્કી ના પણ સમયસર લગ્ન થઇ જાય."

આટલું સાંભળ્યા પછી મેં એમને વિનમ્રતાથી  કહ્યું કે, "દીવા કાકા, તમારી વાત સહેજ પણ ખોટી તો નથીજ." (એકદમ સાચી છે એવું કહેતા હું થોડો ખચકાયો).

         બસ આટલી વાતો કરીને અમે ત્યાંથી છુટા પડ્યા અને બીજે દિવસે એ લોકો રાબેતા મુજબ સહપરિવાર અમદાવાદ જવા નીકળ્યા. સાચું કહું તો એમની વાતો સંભાળવામાં તો થોડી સારી લાગી પણ મારું મન થોડું કચવાયું હતું પરંતુ ઉંમરના તફાવત ને લીધે એમને મારાથી કાંઈ કેહવાયું નહિ. હા... પણ એ પછી મારા નાનકડા મગજમાં કંઈક મોટો વિચાર ઉપસી આવ્યો હોય એવું મને લાગ્યું.


          આજે તમે સમાજમાં કે તમારી આજુબાજુમાં નજર ફેરવીને જોશો તો તમને પણ દીવા કાકા જેવા દિવસે સપના જોવા વાળી વ્યક્તિઓ ઘણી જોવા મળશે. અને આવા લોકો અમેરીકા નોજ અને લંડન નોજ એક સારો સબંધ શોધવામાં ને શોધવામાં પોતાનાજ શહેર કે વતનના સેંકડો સબંધો ને લાત મારતા સહેજ પણ ખચકાતા નથી હોતા. અને આવું કરતી વખતે તેઓ કદાચ એ ભૂલી જાય છે કે એમની આવી હઠ (જીદ) ને લીધે એમની દીકરીની ઉંમર અને સમય બંને ખુબજ ઝડપથી પસાર થતા જાય છે અને આખરે પસ્તાવાનો વારો આવતો હોય છે. દરેક સાથે આવું નથી બનતું પરંતુ પોતાના વામન વિચારોને વળગી રેહનાર સાથે આવું અચૂક બને છે. અને તેના ઉદાહરણો પણ તમને તમારી આસપાસમાંજ  તમને જોવા મળશે. આજ કાલના છોકરા - છોકરીઓને અને ખાસ કરીને એમના જુનવાણી માં - બાપને વિદેશનો મોહ લાગી ગયો હોવાથી મોટા ભાગના છોકરા છોકરીઓ આજે વિદેશમાં સ્થાયી થવા માંડ્યા છે. છોકરાઓ વિદેશમાં ભણવા માટે જઈ અને ત્યાંજ સ્થાયી થઇ જતા હોય છે અને પછી એની સાથે કોઈ છોકરીને પણ  લગ્ન કરીને સાથે લઇ જાય છે. (આલોચના નથી કરતો પણ અમુક સમાજમાં અને પરિવારોમાં છેલ્લા કેટલાક સમયથી આ મુજબની 'સીસ્ટમ' શરુ થઇ ચુકી છે.


           આજે મોટા શહેરોનું પણ એટલુજ મહત્વ વધવા માંડ્યું છે. શહેરની છોકરીઓ વિદેશમાં પરણે છે, કે પછી પરણાવાય છે (જે કહો તે) અને બીજી બાજુ ગામડાની છોકરીઓ શહેરમાં પરણે છે કે પરણાવાય છે. કેહવામાં કે  લખવામાં કોઈ અતિરેક નથી કરતો પણ આ જ આપળા આજના નવા સમાજની (Latest Society) એક કડવી સચ્ચાઈ છે. આ બધું જોઈ - સંભાળીને મારા જેવા ગામડાના છોકરાનું તો બિચારાનું હૃદય ભાંગી પડે અને મનોમન બોલી ઉઠે, "સાલું, આપણે ઘોડે ચઢવા માટે છોકરી જંગલોમાં ફરી ફરીને ગોતવી પડશે કે શું...?" એ બધી વાતો જવા દો... નહીતર આકાશ રૂપી લાગણીઓનો ઉભરો આવશે તો અહીજ એક 'મહાનિબંધ' લખાઈ જશે.


          અહી આપણે એવા પરિવારો અને છોકરીઓની વાતો કરવાની છે કે જે પરણીને વિદેશ જવા મટે રવાના થતી હોય કે રવાના કરાતી હોય. મિત્રો, આજે આપણા સમાજના કેટલાક જુનવાણી લોકોમાં એવી "લેટેસ્ટ" વિચારધારા ઘર કરી ગઈ છે કે પોતાની લાડકવાયી બાળકી મટે એવો મુરતિયો શોધવો કે જે લંડન કે પછી અમેરિકા, એટલેકે વિદેશમાં સ્થાયી હોય (રૂપિયા અને ભણતર તો હવે આજ કાલ સામાન્ય જરૂરીયાત બની ગઈ છે). વાત આટલેથી નથી આટકતી. પણ બિચારી 'દીકરી' ને પણ સમજતી થાય ત્યારથી આવાજ સ્વપ્નો દેખાડવામાં આવે છે.


          હવે હું આમારા ગામનીજ એક છોકરીની વાર્તા કરું (નામ ન આપવાની શરતે). દેખાવે ખુબજ ખૂબસૂરત - ઐશ્વર્યા જેવી પણ દીદાર એના મલ્લિકા શેરાવત અને રાખી સાવંત જેવા. અને નાખરાતો એવા કે અહી લખીજ ન શકાય. કોલેજમાં અભ્યાસ કરતી હતી ત્યારે સ્કુટી પર સન્ન...... કરીને અમારા ઘરની બહારથીજ રોજ (હા..રવિવારે પણ) પસાર થતી હતી અને એની પાછળ પાછળ બે-ચાર બાઈકો પર પાંચ-સાત લબરમૂછીયા ફરર...... કરતા કરતા અને જોશથી હોર્ન વગાડતા વગાડતા જતા હતા. થોડા દિવસો પછી મને ઉડતી ઉડતી વાત મળી કે એ છોકરી ગામના નાકે આવેલા બારમાસીના બાગની બહાર પોતાનું સ્કુટી પાર્ક કરીને એના પ્રેમી સાથે બારેમાસ ફરતી જોવા મળે છે. આ વાત એ છોકરીના બાપાને ખબર પડી કે તરતજ બીજે મહીને એનું સગપણ કરી નાખ્યું...!! (અરે... જરા થોભો તો ખરા...! મારી વાત તો પૂરી થવા દો...). સગપણ પેલા બારમાસીના બાગમાં એની સાથે ફરતા છોકરા સાથે નહીં પણ એમનીજ જ્ઞાતિના બીજા કોઈ છોકરા સાથે... (ઓહો....! એવું છે......!!)


          થોડા દિવસ પછી દીવા કાકા ખબર લઈને આવેલા કે એ છોકરીના જેની સાથે લગ્ન થવાના છે તે મુરતિયો અમેરિકા રહીને પોતાનો અભ્યાસ પૂરો થવાની અને "ગ્રીનકાર્ડ" મેળવવાની રાહ જુવે છે. તેઓ (દીવા કાકા) કદાચ પેલી છોકરીના વ્યક્તિત્વથી (Character) અજાણ હતા એવું મને લાગ્યું. એમની પાસેથીજ મને એ પણ જાણવા મળ્યું હતું કે પેલી ઐશ્વર્યા જેવી દેખાતી છોકરી ના લગ્ન જેની સાથે થવાના છે એ છોકરો ભણેલો - ગણેલો અને પૈસાદાર પણ છે. પણ એ છોકરાને માથે વાળ નથી, મતલબ કે થોડા ઓછા છે (અડધું નારીયેલ ચોલેલું હોય એવા). વજન એંસી કિલોગ્રામ જેટલું છે અને ઊંચાઈ પણ પ્રમાણસર છે. અને હા.. આંખે ચાર નંબરનાં ચશ્માં પેહરે છે. બસ... બાકી બધુંજ બહું સરસ છે. સબંધ થવાથી છોકરા અને છોકરી બંનેનો પરિવાર ખુબજ ખુશ  હતો. પણ છોકરીના વિષે ન તો દીવા કાકાને કંઈ ખબર હતી કે ન તો મને. આ વાત જયારે દીવા કાકા બોલી રહ્યા હતા ત્યારે કાકી અને ટીન્કી પણ એમની સાથેજ હતા.દીવા કાકાની વાતો સંભાળીને મને જરા અચરજ થયું અને વિચાર આવ્યો કે, દેખાવે ઐશ્વર્યા જેવી અને દીદારે મલ્લિકા શેરાવત જેવી દેખાતી પેલી છોકરી અને સરસ મઝાના તાજા જન્મેલા મદનિયા (હાથીના બચ્ચા) જેવો દખાતો છોકરો, એ બે માંથી સાલું વધારે નસીબદાર કોણ...?? (બે પ્રશ્નાર્થ (?) એટલા માટે મુક્યા કારણકે વિચાર બંને માટે સરખોજ આવ્યો). હજુતો હું વિચાર કરતો હતો ત્યાજ દીવા કાકા બોલી ઉઠ્યા, "અમારી ટીન્કી માટે પણ આવુજ એક પરિવાર મળીજાય તો કેવું સારું...!" (દીવા કાકા નો કહેવાનો મતલબ હતો કે અમેરિકા સ્થ્યાયી હોય એવું પરિવાર). દીવા કાકાના મોઢે આવું સંભાળીને મને સહેજવાર માટે તો બિચારી ટીન્કી પર દયા આવવા માંડી. દયા એટલા માટે નોહતી આવતી કેમકે મારે ટીન્કી સાથે ટાંકો ભીડાવવાનો હતો . ટીન્કી તો મારા કરતા પણ બે વર્ષ ઉંમરમાં મોટી હતી અને ભણેલી - ગણેલી, સુંદર, શુશીલ અને થોડી સંસ્કારી પણ. (મને જરૂર જણાયું એટલે કહ્યું કારણકે તમે પાછા વાંચતા વાંચતા બીજા વિચારો પર ના ચઢી જાવ). હા.... તો હું ક્યાં હતો...? હા..  યાદ આવ્યું. મારા હૃદયમાં ફાળ તો ત્યારે પડી જયારે ટીન્કીએ પણ દીવા કાકાના સુર માં સુર પુરાવતા કહ્યું, "છોકરો ભલે થોડો જાડો - પતલો હોય કે પછી બહુ દેખાવડો ના હોય તો પણ ચાલશે, પણ જો અમેરિકાનો હોય તો 'લાઈફ' બની જાય ને...!!"


          દીવા કાકા, કાકી અને ટીન્કી તો આટલી વાતો કરીને જતા રહ્યા પણ એ પછી મને મારા પોતાના પર દયા આવવા માંડી અને મનોમન સવાલ કરી નાંખ્યો, "સાલું, સુંદર, શુશીલ અને સંસ્કારી હોવા છતાં અને આટ-આટલું ભણવા - ગણવા છતાં 'મને' છોકરી કોણ આપશે...?" કેહવાય છે કે આપણી ભારતીય સંસ્કૃતિ અને એમાં પણ આપણી ગુજરાતની સંસ્કૃતિ ખુબજ પવિત્ર અને વખણાયેલી છે. ભારતીય સંસ્કૃતિ પોતાની 'સભ્યતા' અને 'પવિત્રતા' માટે અને ભારતીય નારી પોતાની 'પતિવ્રતા' માટે આખી દુનિયામાં જાણીતી છે. કદાચ એટલેજ તો અમેરિકા વાળા દીકરાઓ આપણી દીકરીઓને લગ્ન કરીને પોતાની સાથે આપણી સંસ્કૃતિનો ફેલાવો કરવા માટે લઇ જતા હશે.... હેં'ને...?? પણ ખરેખર એવું જરાય નથી. જયારે આવા કોઈ લગ્નપ્રસંગમાં હું જાઉં છું અને જયારે લગ્ન પતી ગયા બાદ જોઉં છું કે છોકરીને વળાવવાનો સમય આવે છે ત્યારે છોકરી, એના માતા - પિતા અને પરિવારના દરેકે દરેક સભ્યની આંખો અમૂલ્ય લાગણીઓના આંસુડાથી છલકાઈ આવે છે. અને કદાચ આજ બાબત આપણી 'બેદાગ' સંસ્કૃતીને પારખવા અને પરખાવવા માટે પૂરતી છે. કેહવાય છે કે વિદેશમાં આપના ભારત દેશના જેવી સંસ્કૃતિની ઝાંખી જોવા નથી મળતી. અરે, એટલે સુધી કે આપણો સગો દીકરો કે દીકરી પણ, કે જે વર્ષો - વર્ષ આપણી પોતાની છત્ર છાયામાં અને આપણીજ સંસ્કૃતીના પડછાયા હેઠળ પાલન-પોષણ થયું હોવા છતાં વિદેશમાં જઈને બદલાઈ જતા હોય છે કે બદલાઈ જતી હોય છે. અને એટલા માટેજ હું જયારે પણ ઐશ્વર્યા જેવી દેખાતી પેલી અમારા ગામની 'રૂપસુંદરી' ટીન્કી જેવી શુશીલ અને સંસ્કારી છોકરીની આંખોમાં વિદાય વખતના આંસુ જોઉં છું ત્યારે એવું લાગે છે કે એ આપણી ભારતીય સંસ્કૃતીને ભારતમાંજ કાયમને માટે મુકીને અને આંસુ રૂપી લાગણીઓનો ઘડો અહીંજ ખાલી કરીને વિદેશ જતી હોય.....!!


          મુદ્દાની વાત કરું, તો ટીન્કી, અને ઐશ્વર્યા જેવી દેખાતી પેલી છોકરીઓ અને એમના પરિવારોની વાતો સાંભળી અને જોઇને એમના જેવા દરેક પરિવાર વિષે મારા મનમાં જાણેકે એવો અભિપ્રાય બંધાઈ ગયો કે જાણે એમનો તો બસ એકજ જીવનમંત્ર હોય, "વેશ ના જોયા..... મેં તો વિદેશ જોયા.....!!"

    
          દીવા કાકા જેવા સમાજના ઘણા પિતા, કાકી જેવી ઘણી માતા અને ટીન્કી જેવી ઘણી છોકરીઓ આજે વિદેશ જવા માટે આકર્ષાઈ રહ્યા હોય તો તેનું મને તો ફક્ત એકજ કારણ જવાબદાર લાગે છે અને એ છે આપણી બદલાતી જતી માનસિકતા, સભ્યતા અને સંસ્કૃતિ. જે સંસ્કૃતિ અને સંસ્કારો પ્રતિ આપણાં પૂર્વજો ગર્વની લાગણી અનુભવતા હતા એમના સંતાનો આજે એ સંસ્કૃતિ અને સંસ્કારોને યાદ કરવામાં ભલે પ્રથમ નંબરે આવતા હોય પરંતું એને નિભાવવામાં અને અપનાવવામાં સરેઆમ નિષ્ફળ નીવડતા જણાય છે. દરેક માં-બાપ એવુજ ઈચ્છતા હોય છે કે પોતાની દીકરીના લગ્ન એક સારા પરિવાર અને સુંદર, શુશીલ અને સંસ્કારી છોકરા સાથે થાય, અને એમાં ખોટું પણ જરાય નથી. પણ ખોટું તો ત્યારે થાય છે કે જ્યારે એજ માં-બાપ પોતાની દીકરીને પૈસાદાર, વગદાર અને વિદેશી  પરિવારમાં પરણાવવાની લ્હાયમાં ને લ્હાયમાં  પોતાની સંસ્કૃતી અને સંસ્કારોને ઘડીભર માટે નેવે મૂકી દેતા સે'જ પણ ખચકાતા નથી હોતા. અને તેનું પરિણામ તેમને થોડાજ સમયમાં મનદુઃખ, ઝઘડો, કંકાસ કે પછી ક્યારેક છુટા-છેડા સુધી ખેંચી જતું હોય છે. (પૂર્ણવિરામ)


- અમિત શાહ
૭ ફેબ્રુઆરી, ૨૦૧૨.


ટચુકલો :

ધનુ: પપ્પા, અહીંની છોકરીઓ લગ્ન કરીને અમેરિકા જાય, તો પછી અમેરિકાની છોકરી અહી કેમ ના આવે...?

પપ્પા: બેટા ધનુ, "ગ્રીનકાર્ડ" મળે પછી 'અમેરિકાની' છોકરી અહી આવે... એક વાર તો જરૂર આવે.

ધનુ: પણ પપ્પા, જો "ગ્રીનકાર્ડ" ના મળે તો...?

પપ્પા: તો પછી... કાયમ માટે 'પાછી' આવે...!!



(C) Amit T. Shah
http://poemsofmas.blogspot.com

M: 98986 94423
E-mail: amit478874@yahoo.co.in
           amit478874@gmil.com


 

Saturday, January 21, 2012

वो 'कल' थे...

वो हसते थे, वो मुस्कुराते थे...
हमें भी वो थोडा हसाते थे...!

वो लडखडाते थे, वो रोते थे...
हमें भी कभी कभी थोडा रुलाते थे...!

वो सोते थे, वो जागते थे...
हम उसकी परछाई के पीछे भागते थे...!

वो चेहरा था, वो सेहरा थे...
हमारी ज़िन्दगी में उसका 'पेहरा' था...!

वो सुर थे, वो साझ थे...
हमारे लिए तो वो 'आवाज़' थे...!

वो लम्हे थे, वो पल थे...
कभी न लौट कर आने वाले वो 'कल' थे...!

-Amit T. Shah (Mas)
Poet D'Mas
21st January 2012

Tuesday, January 3, 2012

HAPPY NEW YEAR

Hello everyone,

Happy New Year to all. FOrst of all I am thankful to all - My Family, my friends, relatives and all the people around me. 2011 A.D. was really a good one for me. there was everything for me to have make my future secure. Aw...! I made a mistake. Our future is never secured. Nothing in our life is permanent, even our life in not permanent. So, don't bother and never feel disappointment for whatever you didn't secure. I met so many new people during the year. Get few new friends. Enjoyed a lot.

Well, starting from January it was a great beginning with my birth day on 8th January. Then I got busy with my CA study. I given exam in May for a single group but unfortunately failed. Got busy again with the same stereo type system. Appeared for both the groups of CA Final. Now I'm waiting for the result. Yeah...! I had also given CS Final exam started on 26th December 2011 and ended just yesterday. That's the reason I am wishing New Year so lately. Luckily all papers were gone very nice. Hopefully I'll become CS at least this year. This is the journey of my 2011. In nutshell entire year I passed with books of CA & CS. There was some beautiful moments I'll never forget. Like my GMCS days. Those were a wonderful days of my life. That was the first time in my life I had seen myself, read my self from the eyes of others. I made few good contact there and hopefully will maintain them all throughout my life.

2011 A.D. actually a year where I had given lost of time in making my 2012 A.D. better and secure. I hope the year to come i.e. 2012 will bring lots of success & pleasure for me & my family.

With Lots of LOVE
Amit T. Shah (Mas) 

How to Live the LIFE

Now a days its the problem of everyone to get setteled with the changing environment of th globel world. Everyone wanted to live their own life with comfort. But in the way to get comfort they are lossing their social life and relation. So my thinking is that "Everyone should have a right to live their life but he or she must have to maintain their relation with the Family, Friends, Relatives and Society as a whole.

If you can follow this formula, you can definately get a way to live a Happy & Successive life and I am sure that you will never be feel disappointment for your LIFE forever at the stage when your life will gettig towards the old age.

Thanks for your kind support to me......


My Golden Sentences

1. "In every soul there is a God.
We know that but we ignore it.."
-16th June, 2008

2. "Set your target everuday.
Try to achieve it on a next day,
Shortage in actual output is Nothing..
But... Only a Loss in Profit."
-18th June, 2008

3. "Don't loose temper in critical situation
Try to hande that situation...
Keeping your mind CooL."
-19th June, 2008

4. "Every human beings have internal Strengths in it,
But... Amongst, Somebody has external Weaknesses,
Caused them to be unable to discover it."
-20th June, 2008

5. "On every new day..
you must feel a new Energy,
to achieve a new Target."
-21st June, 2008

6. "Perfection should be the part of your
Day - to - Day life."
- 22nd June, 2008

7. "Keep running untill you get your Destiny,
And... Keep holding after getting your Destiny."
-1st July, 2008

This is about FRIENDS.

"Never try to turn your life, But always try to find turning points in your life, Friends are like turning points and so they will come in your life, So don't miss them but try your best to catch them & save them in the memory of your heart"

Have a good time with your FRIENDS!!!

"पडोसन"

"हम ने देखा एक सपना, और
सपने में बनानी चाही हमारी एक कहानी,(१)


दीवाना तो था मै उसका, मगर
धुंड रहा था मेरी कोई दीवानी,(२)


लेकिन... बहुत अफ़सोस हुआ, क्योंकी
रात बीत गई और साथ ही बीत गई हमारी जवानी,
लेकिन फिर भी न बन पाई हमारी कोई कहानी,(३)


लेकिन जल्द ही मेरी खोई ख़ुशी वापस आ गई,
क्योकी... सुबह जब आँखे खोली तो,
सामने ही मैंने 'पडोसन'
को पाई" (४)



-Amit Shah (M.A.S.)